નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે. ખાનગી એજન્સી સ્કાયમેટે જારી કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી છે. એજન્સીએ કહ્યું હતું કે અલ નિનો સિવાય આ વર્ષે મોન્સુનને અન્ય બાબાતો પણ પ્રભાવિત કરી શકે છે. એજન્સીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કૃષિનો કટારો કહેવાતા પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર ભારત જેવાં રાજ્યોમાં આ વર્ષના અર્ધવાર્ષિક ગાળામાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. સ્કાયમેટની અપેક્ષા છે કે દેશના ઉત્તરીય અને મધ્ય ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદનું જોખમ છે.
એજન્સીએ અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના મુખ્ય મહિનાઓ-જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય મહિનાઓમાં અપૂરતો વરસાદ થશે. સ્કાયમેટે ચોથી જાન્યુઆરી, 2023એ જારી વર્ષના પહેલા પૂર્વાનુમાનમાં ણ મોન્સુનની સરેરાશથી ઓછા વરસાદની ભવિષ્યવાણી કરી હતી. એજન્સીએ આ ભવિષ્યવાણીને યથાવત્ રાખી છે.
જોકે કેન્દ્ર સરકારા હવામાન વિભાગ પણ જલદી મોન્સુનને લઈને વાર્ષિક અંદાજ જારી કરવાનો છે. એજન્સીએ આ વર્ષ મોન્સુન સીઝન (જૂનથી સપ્ટેમ્બર)માં વરસાદના સામાન્ય 94 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતીન સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષોંમાં અલ નિનોને પગલે સતત સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ થઈ છે, પણ આ વખતે ભૂમધ્ય સાગરમાં અલ નિનો રહેવાની સંભાવના વધતી જઈ રહી છે. અલ નિનોની વાપસીથી આ વર્ષે મોન્સુન સીઝન નબળી રહેવાની શક્યતા છે.