બેંગલુરુથી જયપુર જતી ફ્લાઈટમાં બાળકીનો જન્મ થયો

જયપુરઃ ભાગ્યે જ બનતો બનાવ આજે બન્યો હતો. ઈન્ડીગો એરલાઈનની એક ફ્લાઈટ બેંગલુરુથી જયપુર જતી ત્યારે વિમાનમાં જ આજે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને એણે એક બાળકીને જન્મ આપ્યો હતો.

ઈન્ડીગોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઈન્ડીગોનાં કેબિન ક્રૂ સભ્યોની મદદથી અને ડો. સુબાહાના નઝીર નામના એ જ વિમાનમાં પ્રવાસ કરતા એક સહપ્રવાસીની અસરકારક સહાયતા વડે બાળકીની ડિલીવરી કરવામાં આવી હતી. આ ઘટના વિશે તરત જ જયપુર એરપોર્ટને જાણ કરવામાં આવી હતી જેમણે ત્યાં એક ડોક્ટર તથા એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાખી હતી. મહિલા અને એની પુત્રી, બંનેની તબિયત સ્થિર છે. જયપુર એરપોર્ટ પર પહોંચ્યાં બાદ એરપોર્ટ સ્ટાફ દ્વારા ડો. નઝીરને આવકાર આપવામાં આવ્યો હતો અને એમને ‘થેંક્યૂ કાર્ડ’ આપવામાં આવ્યું હતું. એરલાઈને વધુમાં કહ્યું કે અમારા બધા સંબંધિત કર્મચારીઓએ પણ ખૂબ જ સરસ કામગીરી બજાવી.

(Image courtesy: @IndiGo6E)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]