ભાજપ છોડીને TMCમાં સામેલ થયા બાબુલ સુપ્રિયો

કોલકાતાઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ ભાજપને મોટો આંચકો આપ્યો છે. સુપ્રિયો શનિવારે TMC મહા સચિવ અભિષેક બેનરજી અને પાર્ટીના સંસદસભ્ય ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા છે. તેમણે કહ્યું હતું કે બંગાળની સેવા માટે હું TMCમાં જોડાયો છું. બાબુલ સુપ્રિયોએ હાલમાં જ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ભારે ફેરબદલ દરમ્યાન સુપ્રિયોને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. સુપ્રિયો બંગાળની આસનસોલ સીટના સંસદસભ્ય હતા. સુપ્રિયોએ એવા સમયે તૃણમૂલનો હાથ પકડ્યો છે, જ્યારે કોલકાતાની ભવાનીપુરની સીટથી વિધાનસભાની પેટા ચૂંટણી થઈ રહી છે, જ્યાંથી મુખ્ય પ્રધાન મમતા બેનરજી ઉમેદવાર છે. હાલમાં ભાજપના ચાર વિધાનસભ્યો પહેલેથી જ TMCમાં જોડાયા છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી સુપ્રિયો ભાજપથી નારાજ હતા. બાબુલ સુપ્રિયોએ કેટલાક સમય પહેલાં રાજકારણ છોડવાની વાત કરી હતી અને અચાનક હવે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા છે. આ ભાજપ માટે મોટા આંચકા સમાન છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી કેટલાય ભાજપના મોટા નેતાઓએ પાર્ટીને અલવિદા કહી દીધું છે.

રસપ્ર વાત એ છે કે બાબુલ સુપ્રિયોએ ટીએમસીના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના પ્રખર વિરોધી તરીકે જાણીતા છે, પણ રાજકારણમાં કોઈ સ્થાયી મિત્ર કે દુશ્મન નથી હોતા.

બાબુલ સુપ્રિયોએ પશ્ચિંમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, પણ તેઓ જીતવામાં સફળ નહોતા રહ્યા. તેમણે ભાજપ છોડતાં કહ્યું હતું કે સામાજિક કાર્ય કરવા માટે રાજકારણમાં હોવાની આવશ્યકતા નથી.

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]