નીરજે ગોલ્ડ જીતેલા ભાલાની બોલી રૂ. 10 કરોડે પહોંચી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વડા પ્રધાનને મળેલી ભેટ-સોગાદોનું ઈ-ઓક્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં નીરજ ચોપડાના ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ભાલાની લિલામી રૂ. 10 કરોડ સુધી પહોંચી છે. ઈ-ઓક્શનમાં 1330 સ્મતિ ચિહ્નોની બોલી લગાવવામાં આવી રહી છે, જેમાં ટોક્યો ઓલિમ્પિક 2020 અને ટોક્યો પેરાલિમ્પિક 2020ના વિજેતાઓ દ્વારા વડા પ્રધાનને આપવામાં આવેલી ભેટ-સોગાદો સામેલ છે. આ ઈ-ઓક્શન સાત ઓક્ટોબર સુધી ચાલશે. એ આયોજન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગઈ વખતે સરકારને લિલામીમાં સરકારને રૂ. 15.13 કરોડ હાંસલ થયા હતા.  

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડાને જેવલિનનું આધાર મૂલ્ય એક કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું.એક જ દિવસમાં એની બોલી રૂ. 10 કરોડે પહોંચી ચૂકી છે, જ્યારે ટોક્યો પેરાલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ પોતાને નામે કરનાર સુનીલ અંતિલના જેવલિનની બોલી રૂ. ત્રણ કરોડે પહોંચી છે. અંતિલના ભાલાની બેસ પ્રાઇઝ પણ રૂ. એક કરોડ રાખવામાં આવી હતી. બંને ખેલાડીઓએ એ ભાલાઓથી ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યા હતા.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય બોક્સર લવલિના બોરગોહેનના બોક્સિંગ ગ્લવ્ઝની કિંમત રૂ. 10 કરોડે પહોંચી હતી. ગ્રીન રંગના આ ગ્લવ્ઝની પ્રારંભિક કિંમત રૂ. 80 લાખ રાખવામાં આવી હતી. એના પર તેના હસ્તાક્ષર પણ છે. આ સાથે પીવી સંધુના બેડમિન્ટન અને બેડમિન્ટનની કિંમત રૂ. 2.20 કરોડે પહોંચી હતી, જ્યારે એની બેઝ કિંમત રૂ. 80 લાખ હતી. આ સાથે હોકી પર મહિલાની હોકી ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર છે, જેનું આધાર મૂલ્ય રૂ.80 લાખ હતું, એની કિંમત વધીને રૂ. 1 કરોડ 500 થઈ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]