અકાસા એર વિમાન ખરીદીનો નવો ઓર્ડર આપશે

મુંબઈઃ ભારતની સ્ટાર્ટ-અપ બજેટ એરલાઈન અકાસા એર સાંકડા કદવાળા જેટ વિમાનોની ખરીદીનો આ વર્ષમાં નવો ઓર્ડર આપવાની છે. સ્થાનિક સ્તરે ડિમાન્ડ વધી રહી હોવાથી તેનો લાભ મેળવવા અકાસા એર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિમાન સેવા શરૂ કરવા ધારે છે.

અકાસા એરને શરૂ થયાને 200 દિવસ થયા છે. હાલ એની પાસે 17 બોઈંગ 737 મેક્સ વિમાનો છે. એણે બોઈંગ કંપનીને કુલ 72 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. બાકીના વિમાનો એને 2027ના માર્ચ સુધીમાં ડિલિવર કરાશે. આ વર્ષે કંપની સાંકડા કદવાળા વિમાનોનો નવો ઓર્ડર આપવાની છે, પરંતુ આ ઓર્ડર તે બોઈંગને આપશે કે એરબસને, તે હજી સ્પષ્ટ કર્યું નથી.