ચિત્તા આવી રહ્યા છે, વાઘ જઈ રહ્યા છેઃ 39 દિવસોમાં 24નાં મોત

નવી દિલ્હીઃ ટાઇગર જિંદા હૈ, પણ ક્યાં? એ સવાલ હવે મોટો થઈ ગયો છે, કેમ કે દેશમાં વાઘોનું જીવવું દુષ્કર થઈ ગયું છે. સરકાર જે ટાઇગરની વસતિ વધવાનો દાવો કરે છે, એ વાઘ એક-એક કરીને મરી રહ્યા છે. સ્થિતિ એટલી બદતર થઈ ચૂકી છે કે છેલ્લા 39 દિવસોમાં (એક જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી, 2023 સુધીમાં) 24 વાઘોનાં મોત થઈ ચૂક્યા છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના ડેટામાં આ વાત સામે આવી છે.

બીજી બાજુ, કૂનો પાલપુર રાષ્ટ્રીય અભયારણ્યમાં દક્ષિણ આફ્રિકાથી અહીં 12 વધુ ચિત્તા 18 ફેબ્રુઆરીએ પહોંચી રહ્યા છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય વનપ્રધાન ભૂપેન્દ્ર સિંહ આ ચિત્તાને જંગલોમાં છોડશે.

દેશમાં જે રાજ્યને ટાઇગર સ્ટેટ કહીને બોલાવવામાં આવે છે. સૌથી વધુ મોત ત્યાં જ થયાં છે. મધ્ય પ્રદેશમાં એક બાજુ ચિત્તાને લાવીને દેશમાં ડંકો વગાડવામાં આવી રહ્યો છે. ત્યાં જ વાઘોના સૌથી વધુ મોત થયાં છે. અહીં નવ વાઘનાં મોત થયાં છે. રાજસ્થાનમાં ત્રણ વાઘોનાં, કર્ણાટક અને ઉત્તરાખંડમાં બે મોત અને આસાસ અને કેરળમાં એક-એક વાઘનું મોત થયું છે.

વાઘ કેમ જરૂરી?

વાઘ ફૂડ ચેઇનમાં સૌથી ઉપર આવે છે. જો વાઘ નહીં હોય તો હિરણ જેવા શાકાહારી પ્રાણીઓની વસતિ વધશે. જો એની વસતિ વધશે તો જંગલ ખતમ થશે. જંગલ ખતમ થશે તો ઇકોસિસ્ટમ હલી જશે. એટલે જંગલમા વાઘની હાજરી જરૂરી છે. – એને સ્વસ્થ જંગલ કહેવામાં આવે છે.