અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ક્રિશ્ચયન મિશેલનું દુબઈથી થઈ શકે છે પ્રત્યાપર્ણ

નવી દિલ્હી- દુબઈની અદાલત અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ક્રિશ્ચયન મિશેલને ભારતને સોંપવાનો વિચાર કરી રહી છે. આ મામલે દુબઈની અદાલતમાં સુનાવણી થઈ છે. મળતી માહિતી મુજબ સુનાવણી દરમિયાન દુબઈ કોર્ટે ક્રિશ્ચિયન મિશેલ દ્વારા કરવામાં આવેલા બચાવના તર્કોને નકારી કાઢ્યાં હતા. જેથી હવે તેને ભારતીય તપાસ એજન્સીને સોંપવમાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે.તપાસકર્તાઓના મત પ્રમાણે મિશેલને રુપિયા 3 હજાર 700 કરોડની હેલિકોપ્ટર ડીલમાં લેવામાં આવેલી લાંચ વિશે બધી જ માહિતી છે. તપાસ એજન્સીઓએ જણાવ્યું કે, તાજેતરમાં કરવામાં આવેલી સુનાવણી મિશેલને ભારતને પ્રત્યર્પિત કરવાના ભાગરુપે કરવામાં આવી હતી. જોકે હજી સુધી ભારતીય અધિકારીઓને UAE તરફથી આ અંગે કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી.

મળતી માહિતી મુજબ સુનાવણી દરમિયાન અદાલતમાં ક્રિશ્ચિયન મિશેલે જણાવ્યું કે, ભારતમાં ચાલતા રાજકારણમાં તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જોકે અદાલતે મિશેલના તર્કનો અસ્વિકાર કર્યો હતો. મિશેલે કોર્ટમાં જણાવ્યું કે, આ એક રાજકીય ગુનો છે અને તેમાં રાજકીય પક્ષ સામેલ છે. મને આ કેસમાં માત્ર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. માર દ્વારા કોઈ જ પ્રકારની લાંચ લેવામાં નથી આવી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રિશ્ચિયન મિશેલને અગસ્તા વેસ્ટલેન્ડ દ્વારા રુપિયા 350 કરોડ પવામાં આવ્યા હતા. જે તેણે ભારતીય નેતાઓ, એરફોર્સ અધિકારીઓ અને બ્યૂરોક્રેટ્સને આપવાના હતાં.