મોદી વિરુદ્ધના કોઈ પણ વિપક્ષી મહાગઠબંધનમાં જોડાવામાં કેજરીવાલને રસ નથી

0
1640

નવી દિલ્હી – દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિરોધ પક્ષોના સૂચિત મહાગઠબંધનમાં પોતે નહીં જોડાય.

કેજરીવાલે કહ્યું છે કે સૂચિત મહાગઠબંધનમાં જોડાઈ રહેલા પક્ષોની દેશના વિકાસમાં કોઈ ભૂમિકા નથી.

પંજાબના રોહતકમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી 2019ની ચૂંટણીમાં કોઈ પણ વિપક્ષી ગઠબંધનમાં સામેલ નહીં થાય.

કેજરીવાલે એમ પણ કહ્યું કે મોદી સરકારે દિલ્હીમાં અનેક વિકાસકાર્યોને અટકાવી રાખ્યા છે.