રીલાયન્સની અરવિંદ સાથે ભાગીદારી, R|Elan™ કાપડ બનાવાશે

અમદાવાદ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું-RIL અમદાવાદની અરવિંદ લિમિટેડ સાથે જોડાણ કરી નવી કાપડ પ્રોડક્ટ લોન્ચ કરશે. આ બંને ભાગીદારો દ્વારા ઉચ્ચગુણવતાયુક્ત R|Elan™ કાપડનું ઉત્પાદન કરશે. આ ભાગીદારી આરઆઇએલની હબ એકસલન્સ પાર્ટનર કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે.આરઆઇએલ દ્વારા આજે અમદાવાદમાં હબ એકસલન્સ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં R|Elan™ કાપડ 2.0 રજૂ કરાયું હતું. આ કાપડ વિશેષ ફાઈબરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ડેનિમ અને બીજા વણાટના કાપડમાં ઉપયોગમાં લેવાશે. આ કાર્યક્ર્મમાં ટેક્સટાઇલ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી અને તેમનો R|Elan™ કાપડ પ્રત્યેનો પ્રતિભાવ ખૂબ જ ઉત્સાહજનક હતો.

આ ભાગીદારી મુજબ, અરવિંદ ઉચ્ચ કક્ષાનું ગુણવતાયુકત કાપડ પૂરું પાડશે, જ્યારે આરઆઇએલ R|Elan™ની ઉચ્ચ ગુણવતાયુક્ત ટેક્નોલૉજી નિર્ધારિત સમય મર્યાદામાં અરવિંદને પૂરી પાડશે.

અરવિંદ લિમિટેડના ડેનિમ વિભાગના સીઇઓ આમીર અખ્તરે જણાવ્યું હતું કે “ડેનિમ ફેબ્રિકની R|Elan™ શ્રેણી માટે રિલાયન્સ સાથે જોડાણ કરવાનો અમને આનંદ છે. અરવિંદ માટે આ ભાગીદારી નવા ટ્રેન્ડ્સ પ્રમાણે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા માટેનાં દ્વાર ખોલી આપશે. આ કો-બ્રાન્ડિંગ પ્રયાસો કલાત્મક રીતે આનંદ આપનારા, ટેકનોલોજીની રીતે અગ્રેસર અને સૌથી મહત્વપૂર્ણ રીતે ટકાઉ ઉત્પાદનો આપવાના અમારા વિઝનને પુનઃપ્રતિપાદિત કરે છે.”
આjઆઇએલ માટે ગુજરાત અગત્યનું રાજય રહ્યું છે. કંપનીએ હબ એકસલન્સ પાર્ટનર કાર્યક્રમની શરૂઆત પણ અમદાવાદ અને સુરતથી કરી છે. આરઆઇએલ આ ઉચ્ચગુણવત્તાયુકત R|Elan™ કાપડ અમદાવાદ અને સુરતમાં બનાવશે, તેથી તેના અનુભવ, જ્ઞાન અને ટેક્નોલૉજીનો લાભ આ શહેરોના કાપડ ઉદ્યોગ અને વસ્ત્ર ઉત્પાદકોને પણ મળશે