કશ્મીરમાં સુરક્ષા દળોનો સપાટો: 15 ત્રાસવાદીઓનો ખાતમો કરી નાખ્યો

શ્રીનગરઃ પરપ્રાંતીય નાગરિકોની હત્યા કરાઈ ત્યારપછી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં 15 ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ જાણકારી આપતાં સ્થાનિક પોલીસે કહ્યું કે 9 એન્કાઉન્ટરોમાં 15 ત્રાસવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં, શ્રીનગર શહેરમાં 3 ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા છે. તે ઉપરાંત, આજે શોપિયાં જિલ્લામાં થયેલા એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આદિલ અહ-વણી નામના ત્રાસવાદીને ગોળીએ દીધો હતો. તે 2002ની સાલથી કશ્મીર ખીણપ્રદેશમાં સક્રિય હતો. એક ગરીબ પરપ્રાંતીય મજૂરની તેણે જ હત્યા કરી હતી. ગયા અઠવાડિયે ઉમર મુશ્તાક ખાંડે નામના ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યો હતો જે લશ્કર-એ-તૈબાનો કમાન્ડર હતો અને જમ્મુ-કશ્મીરમાં ટોચનો રીઢો ત્રાસવાદી હતો. એણે બે પોલીસ જવાનની હત્યા કરી હતી.