ગુરુ રંધાવા-મૃણાલ ઠાકુરનું પ્રેમગીત ‘ઐસે ના છોડો મુઝે’ રિલીઝ કરાયું

ભૂષણકુમારની ટી-સિરીઝ કંપની દ્વારા નિર્મિત, ગાયક ગુરુ રંધાવા દ્વારા સ્વરબદ્ધ અને ગુરુ રંધાવા તથા અભિનેત્રી મૃણાલ ઠાકુર પર ફિલ્માવાયેલા મ્યુઝિક વિડિયો લવ-સોંગ ‘ઐસે ના છોડો મુઝે’ને 20 ઓક્ટોબર, બુધવારે ટી-સિરીઝ કંપનીએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કર્યું છે. મિડિયાકર્મીઓ સમક્ષ ગીત-રિલીઝ કાર્યક્રમમાં ગુરુ રંધાવા અને મૃણાલ ઠાકુર, બંને હાજર રહ્યાં હતાં.

આ લવ-સોંગને સંગીતબદ્ધ કર્યું છે મનન ભારદ્વાજે, ગીત લખ્યું છે રશ્મી વિરાગે અને મ્યુઝિક વિડિયોનું દિગ્દર્શન કર્યું છે આશિષ પાંડાએ. ગીતનું શૂટિંગ કશ્મીરના બરફાચ્છાદિત કુદરતી સૌંદર્યમાં કરવામાં આવ્યું હતું. ગીતમાં ગુરુ રંધાવા અને મૃણાલ ઠાકુરની સુંદર રોમેન્ટિક કેમિસ્ટ્રી જોઈ શકાય છે.

ગુરુ રંધાવા

ગુરુ રંધાવા અને મૃણાલ ઠાકુર

(તસવીરોઃ માનસ સોમપુરા – ARTFIRST PHOTO DESIGNS)