જાતીય સતામણી કરી હતી? તનુશ્રી દત્તા સામે કાનૂની પગલું ભરવાની નાના પાટેકરની ધમકી

મુંબઈ – 10 વર્ષ પહેલાં અભિનેતા નાના પાટેકરે પોતાની જાતીય સતામણી કરી હતી એવો જાહેરમાં આરોપ મૂકીને અભિનેત્રી તનુશ્રી દત્તાએ ખળભળાટ મચાવી દીધો છે.

‘પ્રહાર’, ‘ક્રાંતિવીર’ જેવી ફિલ્મોમાં કરેલા અભિનય માટે જાણીતા નાના પાટેકરે તનુશ્રીનાં આરોપ અંગે પહેલી જ વાર પ્રત્યાઘાત દર્શાવ્યાં છે. એમણે કહ્યું છે કે પોતે કાનૂની પગલું લેવા વિશે વિચારે છે.

‘મિરર નાઉ’ને આપેલી મુલાકાતમાં પાટેકરે કહ્યું કે આ બાબતમાં કાનૂની રીતે શું પગલું ભરી શકાય એ વિશે હું વિચારીશ. ‘જાતીય સતામણી એટલે શું?’ એવો સવાલ પણ પાટેકરે કર્યો છે.

મોડેલ તેમજ ‘આશિક બનાયા આપને’, ‘ચોકલેટ’, ‘ભાગમભાગ’, સાસ બહુ ઔર સેન્સેક્સ, રોક, એપાર્ટમેન્ટ જેવી ફિલ્મોની અભિનેત્રી તનુશ્રીએ ગયા ગુરુવારે એવો આક્ષેપ કર્યો હતો કે 2008ની સાલમાં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના સેટ પર નાના પાટેકરે પોતાની સાથે ગેરવર્તન કર્યું હતું. એ બહુ આક્રમક હતા અને મને જ્યાં ત્યાં હડસેલો મારતા હતા. મેં એમના વિશે ફરિયાદ કરી હતી, પણ કોઈએ સાંભળ્યું નહોતું. એ લોકો (ફિલ્મ ક્રૂ) મારી પાસે એક ઉત્તેજક સીન કરાવવા માગતા હતા, પણ મારાં કોન્ટ્રેક્ટમાં જણાવાયું હતું કે મારે એક સોલો ડાન્સ સીક્વન્સ કરવાનો હતો. એ ડ્યૂએટ નહોતું. મને પરેશાન કરવાની એ ચાલ હતી.

httpss://youtu.be/V8OtFTTrKkk

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]