રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્યપ્રધાન મનોહરસિંહ જાડેજાનું નિધન

રાજકોટ- રાજકોટના રાજવી અને દાદા તરીકેનું ઉપનામ ધરાવતા મનોહરસિંહ જાડેજાનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ  બીમાર હતાં.. આજ સવારથી તેમની સ્થિતિ નાજૂક બની હતી. રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે ડોક્ટરોની ટીમ ખડેપગે હતી પરંતુ આખરે તેમનું નિધન થયાંના સમાચાર મળી રહ્યાં છે.

મનોહરસિંહજીની રાજકીય કારકિર્દી

ગુજરાત કોંગ્રેસમાં 90ના દાયકામાં મનોહરસિંહનો દબદબો હતો. રાજકોટના મતદારક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહ 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતાં અને 1971 સુધી સેવા આપી હતી. મનોહરસિંહએ રાજકોટ મતદારક્ષેત્ર માટે 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતાં અને નાણાંમંત્રી, યુવા સેવાઓ પ્રધાન સહિતના કેબિનેટમાં સંખ્યાબંધ પદ પર કબ્જો મેળવ્યો હતો. 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી હતી. મનોહરસિંહ જાડેજાએ ભૂતકાળમાં દેશના અનેક મોટા નેતાઓ સાથે સબંધો હતાં.મનોહરસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. મનોહરસિંહને લોકો ‘દાદા’ના હુલામણા નામથી ઓળખે છે. મનોહરસિંહ દાદા એ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો છે. દાદાના લગ્ન 1949ની સાલમાં માનકુમારી દેવી સાથે થયાં હતાં.