મુંબઈમાં ફરી ધોધમાર વરસાદ; મોસમમાં કુલ 85 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે

મુંબઈ – સમગ્ર મુંબઈમાં – દક્ષિણના તળ ભાગ તેમજ ઉપનગરોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ત્રણેય રૂટ પરની લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે. આગામી બે દિવસ સુધી મુંબઈમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.

ગઈ આખી રાત શહેર તથા આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સતત પડ્યો હતો. આજે સવારે પણ ચાલુ જ હતો. સપ્તાહાંતે અતિ ભારે વરસાદ પડી શકે છે એવી વેધશાળાની આગાહી હતી જ.

ગોરેગામ, કાંદિવલીમાં સ્ટેશનની બહારના પરિસરમાં પાણી ભરાયા છે. તો ઘાટકોપર, મુલુંડ, દાદર, સાયન, ભાંડુપ, અંધેરી, કુર્લા સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. અંધેરી, મલાડના સબવેમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો.

મુંબઈ ઉપરાંત પડોશના નવી મુંબઈ, પાલઘર, થાણેમાં પણ અતિ ભારે વરસાદ છે. આજે દરિયામાં મોસમની સૌથી મોટી ભરતી છે.

હવામાન વિભાગે આપેલા આંકડા અનુસાર, મુંબઈમાં શુક્રવારે કાલે રાતે 8.30 વાગ્યા સુધીમાં 85 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો. મોસમનો સરેરાશ 91 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

મલાડ સબવેની હાલત

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]