નવી મુંબઈમાં મ્યૂકોરમાઈકોસીસના કેસનો આંકડો વધીને 23

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરમાં ખતરનાક ચેપી બીમારી બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસીસના કેસ વધી રહ્યા છે. આ આંકડો વધીને 23 થયો છે, જે ગયા અઠવાડિયે માત્ર 7 હતો. મોટા ભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં મ્યૂકોરમાઈકોસીસના ઈન્જેક્શન્સની તંગીઃ અજિત પવાર

દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે પુણેમાં મ્યૂકોરમાઈકોસીસે હાહાકાર મચાવ્યો છે. ત્યાં 300થી વધારે કેસ નોંધાયા છે. તે છતાં આ બીમારીની સારવાર માટેના ઈન્જેક્શન્સની તંગી છે. 300 દર્દીઓ માટે દરરોજ આશરે 1,800 ઈન્જેક્શન્સની જરૂર પડે, પરંતુ તેટલા ઈન્જેક્શન્સ ઉપલબ્ધ નથી. મ્યૂકોરમાઈકોસીસના દર્દીને દરરોજ 6 ઈન્જેક્શન આપવાની જરૂર હોય છે.