મુંબઈઃ જિયો MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનું આવતી 27 ઓક્ટોબરથી અહીં બીકેસી વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રેન્ડ થિયેટરમાં આયોજન કરવામાં આવશે. 10 દિવસ સુધી (5 નવેમ્બર સુધી) ચાલનારા આ જિયો MAMI (Mumbai Academy of Moving Image) ફિલ્મોત્સવમાં દુનિયાભરની 70 ભાષાઓની અઢીસોથી વધારે ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે.
આમાંની 40 ફિલ્મોનો અહીં વર્લ્ડ પ્રીમિયર રજૂ કરાશે. જ્યારે 45 ફિલ્મોનો એશિયા પ્રીમિયર અને 70થી વધુનો દક્ષિણ એશિયા પ્રીમિયર શો રજૂ કરાશે. આ વખતના ફિલ્મોત્સવમાં મુખ્ય સ્પર્ધા સાઉથ એશિયા કોમ્પીટિશન છે. 14 ફિલ્મ નવોદિત નિર્માતા-દિગ્દર્શકોની હશે, જેઓ ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળના છે. સાઉથ એશિયન ફિલ્મોમાં 22 ફીચર અને 24 નોન-ફીચર હશે.