મુંબઈઃ દેશના નંબર-1 શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલીયાની નજીક વિસ્ફોટકો ભરેલી અને લાવારીસ કાર મૂકવાની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના એક આતંકવાદી જૂથે લીધી છે. આ જૂથે ટેલિગ્રામ એપ પર મૂકેલા એક સંદેશ મારફત આ જવાબદારી જાહેર કર છે.
આ જ જૂથે થોડાક દિવસો પહેલાં નવી દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની બહાર કરાયેલા બોમ્બવિસ્ફોટની પણ જવાબદારી લીધી હતી. જોકે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કોઈ ત્રાસવાદી સંગઠન સમાચારોમાં ચમકવા માટે અને ફેમસ થવા માટે આવું કરતું હોય છે. હજી સુધી તપાસમાં એવી કોઈ કડી મળી નથી.