મુંબઈઃ પાંચ-પાંચ સમન્સ બજાવવા છતાં હાજર ન થયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને શોધી કાઢવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની મદદ માગી છે. ઈડી એજન્સીએ દેશમુખ વિરુદ્ધ ગયા અઠવાડિયે ‘લૂકઆઉટ નોટિસ’ બહાર પાડી હતી.
મની લોન્ડરિંગના એક કેસની તપાસના સંબંધમાં ઈડી એજન્સીના તપાસનીશ અધિકારીઓ દેશમુખની પૂછપરછ કરવા માગે છે. પરંતુ દેશમુખ ગાયબ થઈ ગયા છે. એમણે સમન્સની પણ અવગણના કરી છે. એટલું જ નહીં, એમણે એવું કહ્યું છે કે કાયદા અંતર્ગત પોતાની પાસે ઉપલબ્ધ તમામ ઉપાયો જ્યાં સુધી એ અજમાવી નહીં લે ત્યાં સુધી ઈડી એજન્સી સામે હાજર નહીં થાય.