મુંબઈઃ શહેરમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ બોરીવલી (પૂર્વ) ઉપનગરમાં એક મિની અગ્નિશામક કેન્દ્ર ઊભું કરવાનો નિર્ણય લીધો છે. બોરીવલીના પૂર્વ ભાગમાં હાલ એકેય સ્થાનિક અગ્નિશમન કેન્દ્ર નથી એટલે આગની ઘટના વખતે અથવા કોઈ કટોકટીની પરિસ્થિતિમાં કાંદિવલી કે દહિસરના અગ્નિશમન કેન્દ્ર પાસેથી મદદ માગવી પડે છે.
બોરીવલી પૂર્વમાં નવું અગ્નિશમન કેન્દ્ર બાંધવાની જવાબદારી ઈમાર બાંધકામ વિભાગને સોંપવામાં આવી છે.