રાષ્ટ્રગીતનું અપમાનઃ મમતા બેનરજી સામે પોલીસ ફરિયાદ

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના મુંબઈસ્થિત એક નેતાએ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બેનરજીએ ગઈ કાલે મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે ખુરશી પર બેઠાં રહીને રાષ્ટ્રગીત ગાઈને તેનો અનાદર કર્યો હતો અને 4-5 પંક્તિ ઉચ્ચાર્યાં બાદ એમણે રાષ્ટ્રગીત ગાવાનું અચાનક બંધ કરી દીધું હતું. ફરિયાદમાં જણાવ્યું છે કે રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ મમતા બેનરજી સામે ‘પ્રીવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971’ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2015માં બહાર પાડેલા આદેશ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવે.

ભાજપના પશ્ચિમ બંગાળ એકમે પણ રાષ્ટ્રગીત અડધું ગાઈને ગીતનો અનાદર કરવા બદલ બેનરજીની ઝાટકણી કાઢી છે. એક ટ્વીટમાં ભાજપના પશ્ચિમ બંગાળ એકમે લખ્યું છે કે બેનરજીએ બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્રગીત અને દેશ તથા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું અપમાન કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]