શિક્ષણ ક્ષેત્રે જાતિવાદને પ્રોત્સાહન આપે છે મનુ સ્મૃતિઃ ખડગેનું વિવાદિત નિવેદન

નવી દિલ્હીઃ રાજ્યસભામાં એન્ટિ પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું છે અને હવે તેના પર ચર્ચા શરૂ થઈ છે. આ બિલ પર અંદાજે સાત કલાક ચર્ચા થવાની છે. કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે અને મુકુલ વાસનિક પોતાના વિચારો રજૂ કરશે. બીજી તરફ લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

 ‘બધા વિદ્યાર્થીઓ મળીને તમને ફરી પાઠ ભણાવશે’ — ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જે સત્યાગ્રહ કર્યો હતો, તેનાથી સરકાર ખૂબ ગભરાઈ ગઈ હતી અને તેમને લાગ્યું કે આ મુદ્દાને વધુ આગળ વધવા દેવો યોગ્ય નથી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હતું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવામાં આવે. મોદીજીએ પોતાની ખુરશી બચાવવા માટે આ બધું કર્યું. જ્યારે વિદ્યાર્થીઓ પેપર લીક અને પરીક્ષાની ગેરરીતિઓ અંગે અવાજ ઉઠાવી રહ્યા હતા, ત્યારે સરકારે તેમની વાત સાંભળવાને બદલે તેમને અરાજક કહીને દરેક પ્રશ્નને રાજકારણ સાથે જોડીને નકારી કાઢ્યો હતો. મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ રસ્તા પર બેઠા રહ્યા, ત્યારે તમે તેમની પાસે કેમ ગયા નહીં? આ દરમિયાન ખડગેએ મનુસ્મૃતિ અંગે ચર્ચા કરી, જેને કારણે રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો.

મનુ સ્મૃતિ મુદ્દે વિવાદ

રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મનુ સ્મૃતિ અંગે કરેલી ટિપ્પણીએ વિવાદને વધુ વેગ આપ્યો. ખડગેએ આરોપ લગાવ્યો કે મનુ સ્મૃતિએ શિક્ષણ ક્ષેત્રમાં જાતિવાદને પ્રોત્સાહન આપ્યું છે, જેના પર અધ્યક્ષપક્ષે વાંધો વ્યક્ત કર્યો હતો. ખડગેએ આરોપ મૂક્યો કે મનુ સ્મૃતિ શિક્ષણ ક્ષેત્રમાં જાતિવાદને પ્રોત્સાહિત કરે છે, તેમ રાજ્યસભામાં ભારે હોબાળો મચી ગયો. વિરોધ પક્ષના સાંસદોએ સદનમાં “માફી, માફી”ના નારા લગાવવાનું શરૂ કર્યું, જ્યારે સત્તાપક્ષના સભ્યોએ ખડગે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે વાંધો નોંધાવ્યો.

તેમણે વધુમાં કહ્યું હતું કે  પેપર લીક માટે ભાજપ સરકાર અને મોદીજી જવાબદાર છે. સૌથી મોટી જવાબદારી અમારા ગૃહ મંત્રી અમિત શાહની છે. તેઓ હવે સંસદમાં કેમ દેખાતા નથી? વડા પ્રધાન પણ મૌન છે. દિલ્હીમાં એટલી મોટી ગડબડ થઈ, તમે ગૃહ મંત્રી છો છતાં કંઈ બોલતા નથી. શું કોઈએ તમારું મોઢું બંધ કરી દીધું છે? દેશના હિત માટે તમારે બોલવું જોઈએ. સરકારને ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે જો તમે આવું જ કરશો, તો વિદ્યાર્થીઓએ તમને જે પાઠ ભણાવ્યો છે, તેના કરતાં બમણો પાઠ તમામ વિદ્યાર્થીઓ મળીને ફરી ભણાવશે.