બેંગલુરુઃ કાવેરી જળ વિવાદને લઈને કર્ણાટકમાં આજે રાજ્યવ્યાપી એક દિવસીય બંધનું આહવાન કરવામાં આવ્યું છે. આ બંધનું નેતૃત્વ કર્ણાટક ઓક્કુટાના પ્રદેશ અધ્યક્ષ વટલ નાગરાજ અને અનેક કન્નડ સમર્થક સંગઠનો કરી રહ્યાં છે. આ સંગઠનોએ રાજ્ય સરકાર પાસે તામિલનાડુને કાવેરી નદીનું પાણી નહીં છોડવાની માગ કરી છે. જોકે કર્ણાટક રક્ષણા વેદિકેના અધ્યક્ષ પ્રવીણ શેટ્ટીએ બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું સંગઠન આ બંધમાં સામેલ નહીં થાય. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે અમારો વિરોધ ચાલુ રાખીશું, પરંતુ અમારી માગ છે કે વટલ નાગરાજ બંધના નિર્ણયથી પાછળ હટી જાય.
બંધ શા માટે?
આ બંધ કાવેરી જળ નિયમન સમિતિ (Cauvery Water Regulation Committee)ના તે આદેશના વિરોધમાં બોલાવવામાં આવ્યો છે, જેમાં કર્ણાટકને 15 દિવસ સુધી દરરોજ 12,000 ક્યુસેક પાણી તામિલનાડુને છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કુલ મળીને આ લગભગ 16 TMC પાણી જેટલું થાય છે. ત્યાર બાદ કાવેરી જળ વ્યવસ્થાપન સત્તામંડળ (Cauvery Water Management Authority)એ પણ આ આદેશને યથાવત્ રાખ્યો હતો. ગત સપ્તાહે તામિલનાડુ સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી પણ દાખલ કરી હતી.
આજે કર્ણાટકમાં શું ખુલ્લું રહેશે?
બંધના આહવાન છતાં કર્ણાટકમાં શાળાઓ, બેંકો, હોસ્પિટલો, દવાની દુકાનો (ફાર્મસી) અને જાહેર પરિવહન સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે. બેંગલુરુ સિટી પોલીસે બંધ પહેલાં લોકોને શાંતિ અને સહકાર જાળવવાની અપીલ કરી છે. પોલીસે કહ્યું કે બંધનું સમર્થન કરતા સંગઠનોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અન્ય નાગરિકોના રોજિંદા જીવનમાં વિક્ષેપ ન પડવો જોઈએ.
Bengaluru, Karnataka: The pro-Kannada group’s bandh saw no impact at Mysore Bank Circle, while police were deployed at Town Hall as a precaution pic.twitter.com/ukEXtUWjEN
— IANS (@ians_india) August 13, 2026
એચ.ડી. કુમારસ્વામીએ શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું કે જ્યારે કર્ણાટક પોતે જ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે ત્યારે કાવેરી મુદ્દાને હળવાશથી લઈ શકાય નહીં.
શું છે કાવેરી જળ વિવાદ?
આ મુદ્દે બંને રાજ્યોના મુખ્ય મંત્રીઓ ચિંતિત છે અને એકબીજા સાથે ચર્ચા કરવા માગે છે. આ સંદર્ભમાં તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજયની કચેરીએ કર્ણાટકના મુખ્ય મંત્રી કાર્યાલયને બેઠક માટે વિનંતી કરી હતી, જેને કર્ણાટકના મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે ટાળી દીધી છે.




