મુંબઈ : દેશની અગ્રણી બ્રોકરેજ ફર્મ ‘એન્જલ વન’ (Angel One)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ઠક્કરે દેશની અત્યાર સુધીની સૌથી મોટી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ડીલ કરીને નવો વિક્રમ સર્જ્યો છે. તેમણે મુંબઈના પોશ એરિયા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત ‘એમબેસી વન ટાવર’ (Embassy Tower)માં ₹૭૧૧ કરોડના જંગી ખર્ચે આલીશાન લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
દેશની સૌથી મોંઘી હાઉસિંગ ડીલ
ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રે આ અત્યાર સુધીની સૌથી મોંઘી ઘર ખરીદીની ડીલ માનવામાં આવી રહી છે. આ અલ્ટ્રા-લક્ઝરી એપાર્ટમેન્ટ વિશાળ એરિયામાં ફેલાયેલો છે. તેમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. દેશના આર્થિક પાટનગર મુંબઈમાં લક્ઝરી પ્રોપર્ટીઝની માંગ સતત વધી રહી છે. ત્યારે દિનેશ ઠક્કરની આ ખરીદીએ રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટો ધડાકો કર્યો છે.
એન્જલ વનની સફળતા અને નેટવર્થ
દિનેશ ઠક્કર ભારતના રીટેલ બ્રોકિંગ ક્ષેત્રનું જાણીતું નામ છે. તેમના નેતૃત્વ હેઠળ એન્જલ વન ફિનટેક સ્પેસમાં ઝડપથી ઉભરી આવી છે અને કરોડો યુઝર્સ ધરાવે છે. શેરબજારમાં કંપનીના શાનદાર પ્રદર્શનને પગલે આ ડીલે રોકાણકારો અને વ્યાપાર જગતનું ધ્યાન ખેંચ્યું છે.




