અબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાતે ભારતથી આવતા પ્રવાસીઓ પર લાગેલો પ્રતિબંધ 14 જૂન સુધી વધારી દીધો છે. UAEમાં સૌથી વધુ ભારતીય નાગરિક છે, પરંતુ હાલ કોવિડ-19થી બચાવના ભાગરૂપે એણે ભારતીયોને આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતમાં કોવિડના વધુ કેસો આવતાં UAEએ 25 એપ્રિલથી પ્રતિબંધ મૂક્યો હતો. હવે UAEએ 14 જૂન, 2021 સુધી ભારતથી પ્રવાસી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લા 14 દિવસોમાં ભારતથી આવતા પ્રવાસીઓને કોઈ અન્ય જગ્યાએ UAEથી પ્રવાસ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.
દિલ્હીમાં ટ્રાવેલ એજન્ટે જણાવ્યું હતું કે 20થી વધુ દેશોએ એપ્રિલથી ભારતના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ભવિષ્યમાં પણ પ્રવેશની મંજૂરી બહુ ઓછી શ્રેણીઓના પર્યટકોને મળી શકશે, જ્યારે કોરોના રોગચાળો નિયંત્રિત થશે.એ સાથે એણે કહ્યું હતું કે લોકો અલગ-એલગ દેશોની ઘોષિત તારીઓ પર યાત્રા ફરી શરૂ થવાની આશાએ એર ટિકિટ નથી ખરીદતા. નહીં તો તેમનાં નાણાં એરલાઇન્સમાં ફસાઈ જશે, કેમ કે ભારતમાં સ્થિતમાં ક્યારે અને ક્યાં સુધી સુધારો થશે-એ કહેવું મુશ્કેલ છે.
UAEએ છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં પ્રસરેલા ડબલ મ્યુટન્ટને આકરા નિયમો લગાવીને એમના દેશમાં પ્રસરતો અટકાવ્યો હતો. એણએ બિઝનેસ જેટ ઓપરેટરોને કોવિડ હોટસ્પોટથી દેશ તરફ જતા ચાર્ટર પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જો કોઈ વ્યક્તિ છેલ્લા 14 દિવસોથી ભારતમાં રહી રહ્યો છે અને કોઈ ત્રીજા દેશથી થતાં તે સંયુક્ત આરબ અમિરાતનો પ્રવાસ ન કરી શકે.
મે મહિનાના પ્રારંભે યુએઈ જનરલ સિવિલ એવિયેશન ઓથોરિટીએ નિર્ણય લીધો હતો કે આગામી આદેશ સુધી વધુમાં વધુ આઠ પ્રવાસીઓ હવે બિઝનેસ જેટથી UAEમાં ઉડાન ભરી શકે છે.