વોશિંગ્ટનઃ અમેરિકી જજે દેશમાં મધ્યરાત્રિથી ચીની વિડિયો શેરિંગ એપ Tiktok પર પ્રતિબંધ લગાવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને કામચલાઉ રીતે સ્થગિત કર્યો છે. જોકે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના એક સપ્તાહ પછી વ્યાપક પ્રતિબંધનો નિર્ણય અમલમાં રહેશે. US ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોલમ્બિયાના જજ કાર્લ નિકોલસે નવેમ્બરમાં લાગતા પ્રતિબંધને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.
જજ નિકોલસે આ આદેશ રવિવારે સવારે ઇમર્જન્સી સુનાવણી પછી આપ્યો હતો. આ પહેલાં સુનાવણી દરમ્યાન Tiktokના વકીલોએ દલીલ કરી હતી કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના Tiktokના પ્રતિબંધના નિર્ણયથી બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થશે અને એનાથી વેપાર-ધંધાને અસર થશે. જજે આ ચુકાદા પાછળનાં કારણોને સાર્વજનિક નહોતાં કર્યાં.
આ પહેલાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને રવિવારે અમેરિકામાં Tiktok પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી હતી. આ અહેવાલ મુજબ Tiktok સિવાય We Chatને પણ અમેરિકામાં હવે એપ સ્ટોરમાંથી ડાઉનલોડ નહીં કરી શકાય. અમેરિકામાં Tiktokના આશરે 10 કરોડ કરોડ યુઝર્સ છે.
ગ્લોબલ ઓફિસ અમેરિકામાં શિફ્ટ
ચીની કંપની બાઇટડાન્સ Tiktokના અમેરિકી ઓપરેશનને ત્યાંની કંપનીઓને વેચવાની કવાયત ગંભીરતાથી કરી રહી હતી. આ વેચાણની કાર્યવાહી પહેલાં ન્યૂઝ હતા કે ટ્રમ્પે Tiktok વિશે નિર્ણય લેતા પહેલાં વોલમાર્ટ અને ઓરેકલના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. પાછલા મહિને ટ્રમ્પે Tiktok અને We Chat પર પ્રતિબંધ લગાવવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર હસ્તાક્ષર કર્યા હતા. હાલ Tiktokની માલિકી બાઇટડાન્સ પાસે છે.
બીજી બાજુ બાઇટડાન્સે Tiktokની મુખ્ય ઓફિસ અમેરિકામાં સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધના આદેશની બચવા કંપનીએ વચલો રસ્તો કાઢ્યો હતો.