ન્યુ યોર્કઃ ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણીમાં હાર્યા પછી પહેલી વાર આપેલા ભાષણમાં ભારતના પર્યાવરણના રેકોર્ડની આલોચના કરી છે. તેમણે તેમની સ્પીચમાં વર્ષ 2024 પહેલાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવવાની રેસમાં ઊતરવાના સંકેત આપ્યા હતા. રવિવારે કન્ઝર્વેટિવ ગ્રુપ (રૂઢિવાદી ગ્રુપ) સાથે વાત કરતાં તેમણે જો બાઇડનના પેરિસ ક્લાઇમેટ ચેન્જમાં અમેરિકાના ફરી સામેલ થવાના નિર્ણય પર તીખો હુમલો કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની પાસે સૌથી સ્વચ્છ પાણી હતું, પણ એ પ્રતિબંધોને લીધે નોકરીઓ પર ખર્ચ થતો હતો અને અર્થતંત્રને અસર કરતા હતા. વિશ્વમાં ભારત, ચીન અને રશિયા પ્રદૂષણ ફેલાવતા દેશો છે. બધા દેશો જળવાયુ પરિવર્તનના નિયમો અનુસરીએ સારું હોત, પણ ચીન, રશિયા અને ભારત એ નિયમો નથી અનુસરતા. આ દેશો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, એમ તેમણે ઓર્લેન્ડો-ફ્લોરિડામાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કમિટી (CPAC)ના વાર્ષિક સભામાં કહ્યું હતું. સોપ્રથમ ચીન 10 વર્ષોથી એ નિયમો નથી પાળતું, જ્યારે રશિયા એના જૂના માપદંડોને પાળે છે, જેમાં સુધરો નથી કર્યો. આપણે લાખો નોકરીઓ પર ખર્ચ કરીએ છીએ, પણ એ એક ડિઝાસ્ટર હતી, એમ તેમણે કહ્યું હતું.
ટ્રમ્પે બાઇડનની ઇમિગ્રેશનની નીતિઓ પર હુમલો કર્યો હતો. તેમણે કાયદેસર અને ગેરકાયદે ઇમિગ્રેશન વચ્ચેનો ભેદ પાડ્યો હતો. તેમણે ગેરકાયદે રીતે ઇમિગ્રેશન સામે બોર્ડર ખોલવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ માટે મજબૂત કરવા ભાર મૂક્યો હતો.
ચીન સામે મજબૂત ઊભા રહેવા, આઉટસોર્સિંગ બંધ કરવા, ફેકટરીઓને અને સપ્લાય ચેઇનને અમેરિકામાં પાછી લાવવા પર ભાર મૂક્યો હતો અને તેમણે ભવિષ્યમાં ચીન પર વધુ નિર્ભર ના રહેવા જણાવ્યું હતું.