વોશિંગ્ટનઃ ફાઇઝર અને બાયોએનટેકે ગુરુવારે ઘોષણા કરી હતી કે કોરોનાની રસીનો ત્રીજા ડોઝને પ્રોત્સાહન આપવા માગ કરશે, કેમ કે એશિયા અને આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના કેસો ફરીથી વધવા માંડ્યા છે. જાપાનમાં કોરોના રોગચાળાએ ફરી માથું ઊંચકતાં મોટા ભાગના ઓલિમ્પિકના આયોજકોએ ફેન્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ટોક્યોમાં ગેમ્સના આયોજન સુધી ઇમર્જન્સીમાં મૂકી દીધું છે. આ નિર્ણય ઉદઘાટન સમારોહના ઠીક બે સપ્તાહ પહેલાં લેવામાં આવ્યો છે.
વર્ષ 2020ના પ્રારંભમાં વૈશ્વિક રોગચાળાના શરૂઆત પછી ડેલ્ટા વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક ટેન્શન છે. મૂળ રૂપથી ભારતમાં મહિનાઓ પહેલાં માલૂમ પડ્યું હતું કે એ ઝડપથી ફેલાયો છે અને ઊંચા રસીકરણના દરવાળા દેશોમાં પણ એનો પ્રકોપ ઝડપથી થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વને ચેતવણી આપી હતી કે વિશ્વમાં સત્તાવાર રીતે કોરોનાથી મૃત્યુદર ચાળીસ લાખથી વધુ થયા છે. કંપનીઓએ કહ્યું હતું કે એ અપેક્ષા રાખે છે કે ત્રીજો ડોઝ ડેલ્ટા વેરિયેન્ટની સામે સારું પ્રદર્શન કરશે અને એ અમેરિકા, યુરોપ અને અન્ય ક્ષેત્રોમાં આવનારાં સપ્તાહોમાં સત્તાવાળાથી માગ કરશે.
પ્રારંભિક ડેટા દર્શાવે છે કે કોરોના વાઇરસના મૂળ સ્ટ્રેન અને બીટા વેરિયેન્ટ સામે ત્રીજો ડોઝ એન્ટિ-બોડીનું સ્તર પાંચથી 10 ગણી ક્ષમતા વધારે છે, જે દક્ષિણ આફ્રિકામાં પહેલા બે ડોઝ આપવામાં આવ્યા હતા એની સામે, એમ નિવેદન કહે છે. કંપનીઓએ કહ્યું હતું કે ડેલ્ટા માટે સમાન પરિણામની અપેક્ષા રાખે છે અને એ સ્ટ્રેન સામે ડેલ્ટા સ્પેસિફિક વેક્સિનના પણ વિકસિત કરી રહ્યા છે, એમ એણે કહ્યું હતું.