તાજિકિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપઃ પાંચનાં મોત

દુશાનબેઃ તાજિકિસ્તાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. તાજિક ઇમર્જન્સી સ્થિતિની સમિતિ મુજબ ભૂકંપમાં પાંચ લોકોનાં મોત થયાં છે અને આ ભૂકંપનું કેન્દ્ર રાજધાની દુશાંબેથી 165 કિલોમીટર ઉત્તર-પૂર્વ હતું.

યુરોપિયન-મેડિટેરિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ 5.9ની તીવ્રતાના ભૂકંપ તાજિકિસ્તાનમાં રશ્તથી 27 કિમી પૂર્વમાં આવ્યો હતો. એ ભૂકંપનું કેન્દ્રબિન્દુ 40 કિમી ઊંડું હતું અને તાજિકિસ્તાનના ખુજંદથી આશરે 153 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. આ પહેલાં છઠ્ઠી જુલાઈએ પણ દેશમાં ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યા હતા. એ વખતે ભૂકંપની તીવ્રતા ચારની માપવામાં આવી હતી, પણ એ વખતે કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન નહોતું થયું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]