નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારી સામે લડવા સંયુક્ત રાષ્ટ્રએ એક સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ મહામારી ઉપરાંત આતંકી સમુહો તરફથી ઉભી થનારી સમસ્યાઓથી અવગત કરાવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મહામારી સામે લડવાની તૈયારીમાં ખામીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. વિશ્વભરમાં જૈવિક હુમલાનું જોખમ ઊભુ થયું છે. વિશ્વભરમાં આતંકવાદી ગ્રુપ તેનો ફાયદો ઉઠાવી શકે છે. અત્યાર સુધીમાં 95 હજારથી વધારે લોકોના જીવ ગયા છે.કોરોના ઉપર નજર રાખી રહેલી જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ મહામારીના કારણે 15 લાખ લોકોના જીવ જઈ શકે છે.
તેમણ કહ્યું કે કોરોના એક સ્વાસ્થ્ય સંકટ છે. આ મહમારીનું દુષ્પરિણામ દુરગામી હશે. એવામાં તમામ દેશોની સરકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક થવું પડશે. આતંકી સંગઠનો આનો ફાયદો ઉઠાવી શકે છે. આ પરિસ્થિતિમાં જૈવિક આતંકવાદનો ખતરો વધી શકે છે.
ગુટેરેસે વધુમાં કહ્યું કે કોરોનાને લઈને વિશ્વ આ સમયે વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આને લઈને આંતરરાષ્ટ્રિય શાંતિ અને સુરક્ષા ઉપર જોખમ ઊભુ થયું છે. સુરક્ષા પરિષદના તમામ સભ્યોએ આ સમયે એક થવાનની જરૂર છે. દરેક દેશ કોવિડ-19ના ભરડામાં છે. હજારો લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. હોસ્પિટલો ભરેલી છે. કર્મચારીઓ ઉપર ભારણ છે. લાખો લોકોએ નોકરી ગુમાવવી પડી છે. બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે.રોજબરોજના જીવનમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. ચિંતા એ વાતની છે કે આના કરતા પણ ભયાનક સમય આવી શકે છે.