રશિયાની સ્કૂલમાં ગોળીબારઃ 7-વિદ્યાર્થી, 1-શિક્ષકનું મરણ

મોસ્કોઃ રશિયાના કઝાન શહેરમાં આજે સવારે એક શાળામાં એક બંદૂકધારીએ હુમલો કરતાં આઠ જણનાં મરણ થયા છે જેમાં આઠમા ધોરણના સાત વિદ્યાર્થી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજા 21 જણ ઘાયલ થયા છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હુમલો થયો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા. કઝાન શહેર તાતરસ્તાન પ્રાંતની રાજધાની છે. ત્યાંના ગવર્નરે કહ્યું કે મૃતક વિદ્યાર્થીઓમાં ચાર છોકરા અને ત્રણ છોકરી છે. હુમલાખોર 19 વર્ષનો યુવક હતો, જેને પકડી લેવામાં આવ્યો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]