ઢાકાઃ બંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતની વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન 39 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ગુરુવારે દેશના અનેક ભાગોમાં હિંસા થઈ હતી. ઢાકા સહિત દેશમાં વિવિધ ઠેકાણે પોલીસ અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ હતી. વિદ્યાર્થીઓ ટ્રેન અને બસોને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસે દેખાવકારોને વિખેરી કાઢવા માટે ટિયર ગેસના ટોટા ફોડ્યા હતા અને રબરની ગોળીઓ ચલાવી હતી, જેનાથી સેંકડો લોકો ઘાયલ થયા હતા, જેને વાહનો, પોલીસ ચોકીઓ અને અન્ય પ્રતિષ્ઠાનોમાં આગ લગાવી દીધી હતી. આ દેખાવો હાઇકોર્ટે પાંચ જૂને અનામતને મંજૂર કર્યા પછી શરૂ થયા હતા. વિદ્યાર્થીઓએ બંગલાદેશનું બંધનુંએલાન કર્યું હતું.ગુરુવારે હિસક વિરોધ પ્રદર્શનો પછી શુક્રવારે બંગલાદેશના ઢાકામાં રસ્તા સૂમસામ હતા અને અજંપાભરી શાંતિ પ્રવર્તતી હતી. સરકારે થોડો સમય માટે ઇન્ટરનેટ પણ બંધ કર્યું હતું. સરકારે મોબાઇલ સેવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ગુરુવારે વિદ્યાર્થી દેખાવકારોએ સરકારી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગને આગ લગાડી દીધી હતી. કેટલીય પોલીસ ચોકીઓ, વાહનો અને અન્ય સંસ્થાઓનાં બિલ્ડિંગોમાં પણ આગ લગાડી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ અવામી લીગ અધિકારીઓ પર પણ હુમલો કર્યો હતો.
બંગલાદેશની કોર્ટે બધી અનામતો –ખાસ કરીને સ્વતંત્ર સેનાનીઓના ક્વોટાના આદેશને પલટવાનો આદેશ આપ્યો હતો. આ વિરોધ હવે દેશમાં મોટે પાયે થઈ રહ્યો છે અને આ વિરોધ એટો વધ્યો છે કે દેશમાં 29 લોકોનાં મોત થયાં છે.