લંડનઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર આજે અહીં બ્રિટનનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલને મળ્યા હતા અને બંને દેશ વચ્ચે કાયદેસર પ્રવાસને સરળ બનાવવા અને પ્રતિભાશાળી વ્યક્તિઓની આવ-જાને ઉત્તેજન આપવા માટેની એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી છે – માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ.
જયશંકરે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી છે અને કહ્યું છે કે ભારત-બ્રિટનની વર્ચ્યુઅલ શિખર મંત્રણાની સફળ ફળશ્રુતિ માટે આ સમજૂતી મહત્ત્વની છે. આ સમજૂતીથી ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનશે.