ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સતત ચાલી રહેલી ઇન્ટરનેટ સમસ્યા હવે રાજકીય મુદ્દો બની ગઈ છે. વિરોધ પક્ષો હવે સરકાર પર આરોપ લગાવી રહ્યા છે જાણીબૂજીને પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવાને ઓછી કરી દેવામાં આવી છે. જોકે આ મામલે પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીના પ્રમુખ હાફિજૂર રહેમાને એ દાવાઓને ફગાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે સમુદ્રમાં એક કેબલમાં કંઈક સમસ્યા સર્જાતાં ઇન્ટરનેટ સેવા સ્લો થઈ ગઈ છે. 28 ઓગસ્ટ સુધીમાં કેબલને ઠીક કરી દેવામાં આવશે, જે પછી સેવાઓ ફરીથી સુચારુ રૂપે શરૂ કરી દેવામાં આવશે. પાકિસ્તાનમાં વિપક્ષની સાથે-સાથે ત્યાંના એક વેપારી સમાજનો એક મોટો વર્ગ પણ સ્લો ઇન્ટરનેટ માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ઇન્ટરનેટ સેવાઓ પર ફાયરવોલનો ઉપયોગ કરી રહી છે. આ આરોપ મુખ્યત્વે પાકિસ્તાનની મુખ્ય પાર્ટી PTI દ્વારા લગાવવામાં આવી રહ્યો છે, જેમાં પાર્ટીએ કહ્યું હતું કે ઇમરાન ખાનથી જોડાયેલા ન્યૂઝ જનતા સુધી ના પહોંચે, એટલે ફાયરવોલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની સ્પીડને ઓછી કરી દેવામાં આવી છે.
પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીના અધ્યક્ષે જણાવ્યું હતું કે આ સમસ્યાને કારણે ટેલિકોમ વિભાગને આશરે 300 મિલિયન પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે પક્ષ અને બિઝનેસ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપને ફગાવતાં સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટરનેટની ધીમી ગતિ તેમની વેબ મેનેજમેન્ટ સિસ્ટમમને અપગ્રેડને ચાલતા છે. આ અપગ્રેડ છતાં ઇન્ટરનેટની સ્પીડ સ્લો ના થવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં વારંવાર ઇન્ટરનેટની સમસ્યા થાય છે. ત્યાં ઇન્ટરનેટ યુઝર્સ જણાવે છે કે જ્યારે તેઓ વોટ્સએપના માધ્યમથી કોઈ વોઇસ નોટ્સ મોકલે છે તો એને ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થાય છે.