જિનિવાઃ ભારતના હાથોમાં પહેલી ઓગસ્ટથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન હશે. ભારત અધ્યક્ષતાપદ સંભાળવા દરમ્યાન ભારત સમુદ્રી સુરક્ષા, શાંતિ રક્ષા અને આતંકવાદને અટકાવવા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે તથા આ મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે અને નક્કર વ્યૂહરચના બનાવવા પર ભારત મૂકશે.
સુરક્ષા પરિષદનો દરેક સભ્ય દેશ એક મહિના માટે પરિષદની અધ્યક્ષતા સંભાળે છે. ઓગસ્ટ, 2021માં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા ભારત પાસે રહેશે. જુલાઈમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા ફ્રાંસની પાસે હતું. સુરક્ષા પરિષદના 15 સભ્યો છે, જેમાં પાંચ સ્થાયી છે અને 10 હંગામી સભ્યો છે. પાંચ સ્થાયી સભ્યોનાં નામ ચીન, ફ્રાંસ, રશિયા, બ્રિટન અને અમેરિકા છે.
ભારત પહેલી ઓગસ્ટથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સંભાળશે અને આ મહિને સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપનાની કવાયત કરવા અને આતંકવાદ પર આકરા પ્રહાર કરવા તૈયાર છે. મહાસભાના અધ્યક્ષના કાર્યાલયથી મળેલી માહિતી મુજબ ભારતના એમ્બેસેડર ટીએસ તિરુમૂર્તિએ યુએન મહાસભા પ્રમુખને ભારતની અધ્યક્ષતા દરમ્યાન થનારી મુખ્ય કામગીરીની માહિતી આપવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારયના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ અધ્યક્ષતા સંભાળવાની પૂર્વસંધ્યાએ એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે જ્યારે ઓગસ્ટમાં 75મા સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યા છે, એ મહિને સુરક્ષા પરિષદમાં અધ્યક્ષપદ સંભાળવું એ ભારત માટે સન્માનની વાત છે. તિરુમુર્તિ સંયુક્ત રાષ્ટ્રની હેડ ઓફિસમાં મહિના સુધી પરિષદના કાર્યને લઈને કાર્યક્રમ પર પ્રેસ કોન્ફરન્સ કરશે. પરિષદમાં ભારતનો અધ્યક્ષ તરીકે પહેલો કાર્ય દિવસ સોમવારે-બીજી ઓગસ્ટે શરૂ થશે.
