કોરોનાના કેસોમાં વધારો થતાં પાકિસ્તાનના કરાચીમાં લોકડાઉન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના દક્ષિણી સિંધ પ્રાંતમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એમાં કરાચીનું કોમર્શિયલ હબ અન્ય સેન્ટર પણ સામેલ છે. અહીં કોવિડ-19ના કેસો ઝડપથી વધી રહ્યા છે.શનિવારથી શરૂ થયેલું લોકડાઉન આઠ ઓગસ્ટ સુધી લાગુ રહેશે. જોકે એ લોકડાઉનનો અહીંના સ્થાનિક બિઝનેસ જૂથો અને વિપક્ષી રાજકીય પક્ષો વિરોધ કરી રહી છે. સિંધના મુખ્ય પ્રધાન મુરાદ અલી શાહે કહ્યું હતું કે અચાનક વધી રહેલા સંક્રમણના કેસોએ હોસ્પિટલોમાં ભીડ વધારી દીધી છે.

કોરોના કેસોમાં વધારો આ મહિને ઊજવવામાં આવેલા તહેવાર ઈદને કારણ થયો છે. સિંધ પ્રાંતમાં બધાં બજારોને બંધ કરવામાં આવી રહ્યાં છે. ફાર્મસી, બેકરી, ગેસ સ્ટેશન અને ગ્રોસરી દુકાનોને છૂટ આપવામાં આવી છે. અહીં દુકાનો સાંજે છ કલાક સુધી ખુલ્લી રહેશે. જાહેર વાહનોને અટકાવી દેવામાં આવે છે.

ખાનગી વાહનો અને ટેક્સીમાં માત્ર બે લોકોને પ્રવાસ કરવાની મંજૂરી હશે. આ સિવાય સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં જારી પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. એ લોકડાઉન પછી લેવામાં આવશે. શનિવારે પાકિસ્તાનમાં 65 સંક્રમિતોનાં મોત અમને 4950 નવા કોરોનાના કેસો નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 10,29,811 કેસો નોંધાયા હતા અને 23,360 મોત થયાં છે, એમ અહેવાલ કહે છે.