લંડનઃ કોરોના વાઈરસ જાગતિક મહાબીમારી સામેના જંગમાં ભારત સરકારે ગઈ 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના-વિરોધી રસીકરણ કાર્યક્રમનો સફળતાપૂર્વક આરંભ કરી દીધો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દુનિયાભરમાંથી અનેક દેશોના નેતાઓ તરફથી અભિનંદનનો વરસાદ વરસવા માંડ્યો છે.
શ્રીલંકાના વડા પ્રધાન મહિન્ડા રાજપક્ષા, માલદીવ પ્રજાસત્તાકના પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન, ભૂટાનના વડા પ્રધાન લોતેય શેરિંગ, નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમાર ગ્યાવાલીએ વિશ્વમાં સૌથી વિશાળ પાયા પરની રસીકરણ ઝુંબેશ હાથ ધરવા બદલ વડા પ્રધાન મોદી, ભારત સરકાર અને ભારતની જનતાને અભિનંદન આપતા સંદેશા મોકલ્યા છે. જોન્સને તો એમ પણ કહ્યું છે કે દુનિયાના દેશોને 50 ટકા રસી ભારત પૂરી પાડે છે. કોરોના રોગચાળાને અંકુશમાં રાખવા માટે બ્રિટન અને ભારતે સાથે મળીને કામ કર્યું છે.