ઇંગ્લેન્ડે ભારતીય પેસેન્જરો માટે પ્રવાસનાં નિયમો હળવા કર્યા

લંડનઃ ભારતમાંથી સંપૂર્ણ રીતે રસીકરણ કરાવી ચૂકેલા પેસેન્જરોએ હવે ફરજિયાત 10 દિવસો માટે હોટેલમાં ક્વોરોન્ટિન નહીં રહેવું પડે, કેમ કે યુકે ભારતને રેડ લિસ્ટમાંથી બહાર કાઢ્યું છે. યુકે હવે ભારતને અમ્બર યાદીમાં મૂક્યું છે. આંતરરાષ્ટ્રીય યાત્રા માટે બ્રિટનની ટ્રાફિક લાઇટ સિસ્ટમ હેઠળ અમ્બર લિસ્ટવાળા દેશોથી પરત ફરવાનો અર્થ ઘરમાં 10 દિવસ માટે ક્વોરોન્ટિન થવું.

UAE, કતાર, ભારત અને બહેરિનને રેડ લિસ્ટમાંથી અંબર યાદીમાં મૂકવામાં આવશે, એ બધા ફેરફાર આઠ ઓગસ્ટને સવારે ચાર કલાકથી અમલમાં આવશે, એમ યુકે ટ્રાન્સપોર્ટ સચિવે ટ્વીટ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે અમારો સતર્ક દ્રષ્ટિકોણને જારી રહેશે. વિશ્વભરમાં પરિવારો, મિત્રો અને વેપાર-વ્યવસાય સાથે સંકળાયેલા ઇચ્છુક લોકો માટે વધુ સ્થળો ખોલવા માટે એ સારા ખબર છે. સારું કામ ઘરેલુ રસીકરણ કાર્યક્રમથી થઈ જાય છે. 

આ નિર્ણય બ્રિટનમાં બારતીય પેસેન્જરો માટે એક રાહતના રૂપમાં આવ્યો છે, જે ભારત-બ્રિટનની વચ્ચે પ્રવાસના માપદંડોને સરળ બનાવવા માગ કરી રહ્યા હતા. અંબર યાદીવાળા દેશો માટે કાનૂની નિયમો હેઠળ પેસેન્જરોએ યુકે જતાંના ત્રણ દિવસ પહેલાં કોરોનાનો ટેસ્ટ આપવો પડશે અને ઇંગ્લેન્ડ પહોંચતાં પહેલાં બે કોરવિડ ટેસ્ટ એડવાન્સમાં બુક કરવા પડશે અને સાથે પેસેન્જર લોકેટર ફોર્મ ભરવું પડશે. જોકે 18 વર્ષથી નીચેનાં રસી લીધેલી બાળકોને યુકેમાં સંપૂર્ણ રીતે હોમ ક્વોરોન્ટિનમાંથી છૂટ આપવામાં આવી છે. એ ઉપરાંત જેમણે ઈયુ અને અમેરિકામાં રસીના બે ડોઝ લીધેલા છે, તેમને પણ હોમ ક્વોરોન્ટિનમાંથી રાહત આપવામાં આવી છે.