વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો રોકવા માટે ભારતે શરૂ કરેલી દેશવ્યાપી રસીકરણ ઝુંબેશે આજે એક વર્ષ પૂરું કર્યું છે અને 156 કરોડ નાગરિકોને કોરોના-પ્રતિરોધક રસી આપવાની સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે અત્રેના એક નિષ્ણાતે કહ્યું છે કે આ રોગચાળો કંઈ કાયમ રહેવાનો નથી. એનો અંત ટૂંક સમયમાં જ આવશે.
વોશિંગ્ટનસ્થિત વૈજ્ઞાનિક અને વાઈરોલોજિસ્ટ ડો. કુતુબ મેહમૂદનું કહેવું છે કે રસીકરણ એ આ રોગચાળા સામેનું સૌથી મજબૂત શસ્ત્ર છે. આ રોગચાળાનો અંત નજીક આવી રહ્યો છે. એ કંઈ કાયમને માટે ચાલુ રહી શકે નહીં.