નવી દિલ્હીઃ ચીન બળપ્રયોગ કરવાને બદલે તાઇવાન પર કબજો કરવા માટે અન્ય વ્યૂહરચના અપનાવે એવી શક્યતા છે. ચીન તાઇવાન પર સીધું સૈન્ય આક્રમણ કરવાને બદલે એને સૈન્ય રૂપે અલગ કરવાથી માંડીને એના અર્થતંત્રને પાંગળું કરવા જેવા પ્રકારોનો ઉપયોગ કરીને એક ગોળી ચલાવ્યા વગર એની માનવા પર મજબૂર કરે એવી સંભાવના છે, એમ CSISનો રિપોર્ટ કહે છે.
ચીન તાઇવાનનો પોતાનો ભાગ જણાવે છે, પરંતુ તાઇવાનમાં ચૂંટાયેલી સરકાર જે એને અખંડ રાષ્ટ્ર માને છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઇવાનને હાંસલ કરવાનું પ્રણ લીધું છે. જેને પગલે પાછલાં કેટલાંક વર્ષોમાં ચીને સતત દબાણ બનાવ્યું છે. અનેક પશ્ચિમી વિશ્લેષકો અને સરકારો આશંકા દર્શાવી ચૂક્યા છે, કે જે રીતે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું, એ જ રીતે ચીન પણ તઇવાન પર આક્રમણ કરે એવી શક્યતા છે.
તાઇવાન પર કબજો કરવા માટે ચીનને સેનાના બળ પ્રયોગની જરૂર નહીં પડે અને એ ગ્રે ઝોન વ્યૂહરચનાનો ઉપયોગ કરે એવી શક્યતા છે. ગ્રે ઝોન વ્યૂહરચના એવી કામગીરી છે, જેને યુદ્ધની કામગીરીનું નામ ના આપી શકાય, એટલે કોઈ એનો જવાબ નહીં આપી શકે, એમ રિર્પોર્ટ કહે છે. ચીનની આ વ્યૂહરચના અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો માટે પડકારરૂપ હશે, કેમ કે તેઓ એનો સીધો જવાબ નહીં આપી શકે, એમ રિપોર્ટ કહે છે.
ચીનની જળ સેના તાઇવાને સંપૂર્ણ રીતે કે અમુક હદ સુધી અલગથલગ કરી શકે અને એના પોર્ટ્સનો ઘેરાવ કરીને એના ઊર્જા સંસાધનોને વગેરેને એના સુધી પહોંચવા અટકાવી શકે છે, એમ રિપોર્ટ કહે છે.