બ્રિસ્બેન: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યની એક અદાલતે શીખ વિદ્યાર્થીઓને શાળ-કોલેજોના કેમ્પસમાં એમનું ધાર્મિક શસ્ત્ર અથવા સામગ્રી – કિરપાણ રાખવા પર મનાઈ ફરમાવનાર એક કાયદાને રદ કર્યો છે. કોર્ટે એમ કહ્યું છે કે, આ કાયદો ગેરબંધારણીય છે.
કમલજીત કૌર અઠવાલ નામનાં એક શીખ મહિલાએ ક્વીન્સલેન્ડ રાજ્યની સરકાર સામે ગયા વર્ષે કેસ કર્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે શીખ વિદ્યાર્થીઓ પર મૂકાયેલો પ્રતિબંધ ભેદભાવ કરનાર છે. કિરપાણ શીખ લોકોના પાંચ ધાર્મિક પ્રતિકમાંનું એક છે અને શીખ પુરુષોએ ધાર્મિક આસ્થા અનુસાર કાયમ પોતાની સાથે રાખવું જ પડે છે. કોર્ટે એમની આ દલીલને માન્ય રાખી હતી.