એસ્ટ્રાઝેનેકાની રસી પર સાત દિવસમાં 12 દેશોમાં પ્રતિબંધ

બ્રસેલ્સઃ ફ્રાંસ, જર્મની, ઇટાલી, સ્પેન, સ્લોવેનિયા અને પોર્ટુગલ સહિતના અનેક યુરોપિયન દેશોએ લોહીમાં ગાંઠ પડી જવાને લીધે કોવિડ-19ના સામેની લડાઈમાં એસ્ટ્રાઝેનેકાની રસી સસ્પેન્ડ કરી દીધી છે. યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ 29 જાન્યુઆરીએ યુરોપિયન યુનિયન (EU)માં કોરોનાની રસીના ઉપયોગને લીલી ઝંડી આપી હતી. EMA આવતી કાલે બપોર સુધી એની સલાહ આપશે. યુરોપિયન નીતિ અનુસાર એસ્ટ્રાઝેનેકાની સાથે રસીકરણના રૂપમાં રસીને સસ્પેન્ડ કરવાનો હતો, જે નિર્ણય ફ્રાન્સે લીધો હતો. અપેક્ષા છે આ રસીકરણ ફરીથી શરૂ કરવામાંમ આવશે, એમ ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોને પત્રકાર પરિષદમાં કહ્યું હતું.યુરોપિયન યુનિયનના 12 દેશોએ એસ્ટ્રાઝેનેકાની રસી પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે.

બર્લિનના આરોગ્યપ્રધાન જેન્સ સ્પાને મંત્રાલયની એક એજન્સી પોલ એહલિચ ઇન્સ્ટિટ્યૂટ (PEL)ની ભલામણનો હવાલો આપતાં કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસીને માથાની નસોમાં થોમ્બ્રોઝ થાય છે, એમ નવા અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો. ઇટાલિયન ફારમાસ્યુટિકલ એજન્સીએ જણાવ્યું હતું કે રસી લીધા પછી મ્યુઝિક પ્રોફેસરનું મોત થતાં રસી પર કામચલાઉ અને સાવચેતીરૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે આ કેસ બિલા શહેરમાં તપાસમાં કરવામાં આવશે. સાયપ્રસમાં આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સસ્પેશન ગુરુવાર સુધી જ ચાલશે.

જોકે મંત્રાલયે રસી લીધા પછી લોહીના ગંઠાઈ જવાના અને એસ્ટ્રાઝેનેકાની રસીને દોષી ઠેરવવાના કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. આમ કહીને મંત્રાલયે જે લોકોએ રસી લીધી છે, તેમની ચિંતા ઓછી કરવાના પ્રયાસ કર્યા હતા.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]