TDS માટેના ઈન્કમ ટેક્સ નિયમ 1-એપ્રિલથી બદલાશે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ-2021માં જાહેર કર્યું હતું કે ઇન્કમ ટેક્સમાં TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ)ના નિયમો નવા નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ, 2021થી બદલાશે. તેમના બજેટ ભાષણ મુજબ કોઈ  વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ન ફાઇલ કરે તો એ સ્થિતિમાં તેની બેન્ક ડિપોઝિટ પરનો ટીડીએસ વ્યાજ દર બમણા દરે લેવાશે. એનો અર્થ એ થયો કે વ્યક્તિ ITRમાં કોઈ સ્લેબની બહાર ના જવું જોઈએ. જો તે કે તેણી ITR ફાઇલ નહીં કરે તો વ્યક્તિગત આવક પર TDS બેવડો લેવામાં આવશે.

ઇન્કમ ટેક્સના નવા નિયમ મુજબ એક એપ્રિલ, 2021થી વાર્ષિક રૂ. અઢી લાખથી વધુના PF કોન્ટ્રિબ્યુશન કરવા પર જે વ્યાજની કમાણી થશે, એની પર તમારે ટેક્સ ચૂકવવો પડશે, જે કર્મચારીઓની આવક વધુ હશે તે પીએફ કોન્ટ્રિબ્યુશન દ્વારા ટેક્સ નહીં બચાવી શકે. એટલે હાલ નાણાપ્રધાને જાહેર કર્યું હતું કે માસિક રૂ. બે લાખની સેલરીવાળાઓ પર આ નિયમની કોઈ અસર નહીં થાય.

સરકારે કોરોનાને લીધે ટ્રાવેલ લીવ કન્સેશન (LTC) યોજનામાં રાહત આપી હતી, ટ્રાવેલ લીવ કન્સેશન હવે કેશ વાઉચર સ્કીમ નવા નાણાકીય વર્ષમાં લાગુ થશે. 75 વર્ષથી વધુ વયના લોકોએ ITR ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવા છે. નાણાપ્રધાને આ રાહત એ સિનિયર સિટિઝન્સને આપી હતી જે લોકો ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજની આવક પર નિર્ભર છે.