જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું કહેવું છે કે 2019ના નવેમ્બરમાં ચીનના વુહાનમાં કોરોના વાઈરસ ચેપી રોગચાળાનો પહેલો કેસ ધ્યાનમાં આવ્યો ત્યારથી દુનિયાભરમાં આ બીમારીના ઓછામાં ઓછા ચાર પ્રકારના ચેપ ફેલાયા છે.
એક અહેવાલમાં WHO દ્વારા જણાવાયું છે કે કોરોના વાઈરસ રોગચાળો શરૂ થયો ત્યારથી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની આરોગ્ય સંસ્થા (WHO)ને જાહેર જનતાના આરોગ્યમાં અસાધારણ ફેરફારો દર્શાવતા અનેક અહેવાલો મળ્યા છે. આ ફેરફારો સંભવિતપણે SARS-CoV-2 રોગચાળાને કારણે હોઈ શકે છે. SARS-CoV-2 ને કારણે જ દુનિયાભરમાં નોવેલ (અથવા નવો) કોરોના વાઈરસ ફેલાયો છે, જેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ COVID-19 નામ આપ્યું છે.