સાઉદી અરેબિયાએ કોરોના નિયંત્રણો ઉઠાવી લીધા

રિયાધઃ સાઉદી અરેબિયાએ તેની સરહદોને ફરી ખુલ્લી મૂકી દીધી છે, જે તેણે કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો થવાથી બંધ કરી હતી. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ તેમજ રોડ માર્ગે કે દરિયાઈ માર્ગે દેશમાં પ્રવેશ કરવા પર મૂકાયેલો પ્રતિબંધ તેણે ઉઠાવી લીધો છે. આ નિર્ણય આજે સવારે 11 વાગ્યાથી અમલમાં આવી ગયો છે.

જોકે, બિન-સાઉદી નાગરિકો માટે અમુક શરત છે. જેમ કે, કોરોના વાઈરસના નવા સ્ટ્રેન તરીકે ઓળખી કાઢવામાં દેશોની બહાર ઓછામાં ઓછા 14-દિવસ ગાળેલા હોવા જોઈએ અને તે પછી જ તેમને સાઉદી અરેબિયામાં પ્રવેશ આપવામાં આવશે. તે ઉપરાંત સાઉદી અરેબિયામાં પ્રવેશ્યા બાદ એમણે ઓછામાં ઓછી એક કોરોના મેડિકલ ટેસ્ટમાંથી પાસ થવાનું રહેશે. જ્યારે નવા કોરોના સ્ટ્રેનગ્રસ્ત દેશોમાંથી આવનાર સાઉદી નાગરિકોએ આગમન કર્યાથી 14-દિવસ ક્વોરન્ટીન રહેવું પડસે અને બે કોવિડ-19 ટેસ્ટ કરાવવી પડશે. સાઉદી અરેબિયામાં કોરોનાનો પહેલો કેસ 2020ના ફેબ્રુઆરીમાં નોંધાયો હતો. હવે ત્યાં કેસોની સંખ્યા 200થી પણ ઓછી થઈ ગઈ છે.