નવી દિલ્હીઃ કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાએ H-1B વિઝામાં એક લાખ ડોલરના (બમણો વધારો- ~88 લાખ રૂપિયા) પ્રતિ શુલ્ક મૂકવાના નિર્ણય પછી શનિવારે વડા પ્રધાન મોદી પર તીખા પ્રહારો કરતાં દાવો કર્યો હતો કે ભારત પાસે એક નબળા વડા પ્રધાન છે.
તેમણે જુલાઈ, 2017માં X પર પોતાની એક પોસ્ટ શેર કરતાં વડા પ્રધાન નક્કર ટિપ્પણી કરી હતી. તે પોસ્ટમાં પણ કોંગ્રેસ નેતાએ વડા પ્રધાન પર “નબળા વડા પ્રધાન” હોવાનો આરોપ લગાવ્યો હતો.
H-1B વિઝાના બદલાયેલા નિયમો વિશે રાહુલ ગાંધી શું બોલ્યા?
તેમણે દાવો કર્યો હતો કે હું ફરીથી કહું છું, ભારતમાં એક નબળા વડા પ્રધાન છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે ‘કેટલાક ગેર-પ્રવાસી કામદારોના પ્રવેશ પર પ્રતિબંધ’ સંબંધિત શાસનાકીય આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ નિર્ણય હેઠળ એ કામદારોની અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ લાગશે જેમના H-1B અરજી સાથે એક લાખ યુએસ ડોલરની ચુકવણી ન હોય.
અમે એક હાઈડ્રોજન બોમ્બ ફોડીશું: રાહુલ ગાંધી
બીજી તરફ તેમણે “વોટ ચોરી”નો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારને ઘેરી હતી. વોટ ચોરી અંગેના પુરાવાઓ વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે તેને એવી રીતે પ્રદર્શિત કરીશું કે દેશમાં કોઈને શંકા ન રહે કે નરેન્દ્ર મોદીજી દ્વારા ‘વોટ ચોરી’ થઇ છે અને તેઓ ચૂંટણી જીતી ગયા છે. અમે એક હાઈડ્રોજન બોમ્બ ફોડવા જઈ રહ્યા છીએ જે પરિસ્થિતિની વાસ્તવિકતાને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દેશે.
I repeat, India has a weak PM. https://t.co/N0EuIxQ1XG pic.twitter.com/AEu6QzPfYH
— Rahul Gandhi (@RahulGandhi) September 20, 2025
તેમણે વધુમાં કહ્યું હતું કે કર્ણાટકમાં CID તપાસ ચાલી રહી છે। CIDએ ખાસ કરીને એ ફોન નંબરની માહિતી માંગેલી છે જેના દ્વારા આ ‘વોટ ચોરી’ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર CEC છે. CEC એવી માહિતી આપી રહ્યા નથી, જે કર્ણાટક CID માગે છે. CEC પર આથી મોટો કોઈ આરોપ નથી હોઈ શકે.


