UNGAમાં ‘ભારત દિવસ’નો કાર્યક્રમ: ટેકનોલોજી, AI, મહિલા સશક્તિકરણ પર ચર્ચા

મુંબઈ: 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે વિશ્વના નેતાઓ એકઠા થયા હતા. આ બેઠક વર્ષ 2030 માટેના ટકાઉ વિકાસ ધ્યેય (SDG) એજન્ડાના અંતિમ પાંચ વર્ષ અને તેનાથી આગળના સમય માટે એક બોલ્ડ વિઝન બનાવવા માટે મળી હતી. UNGA ખાતે ભારત દિવસના કાર્યક્રમમાં મુખ્ય સામાજિક ક્ષેત્રના હિસ્સેદારો માટે ભાગીદારી, પ્રગતિ અને ભવિષ્ય વિશે નવીન શિક્ષણની ચર્ચા કરવામાં આવી. રિલાયન્સ ફાઉન્ડેશન, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) અને ભારતમાં સંયુક્ત રાષ્ટ્રએ મળીને બુધવાર, 24 સપ્ટેમ્બર 2025ના રોજ બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં ભારત અને ગ્લોબલ સાઉથની વિચારપ્રેરક વાતચીતો અને આંતરદૃષ્ટિ સાથે પ્રકાશિત કરવામાં આવ્યા. જેથી 2030 SDG એજન્ડાના અંતિમ પાંચ વર્ષને આકાર આપવામાં મદદ મળે.યુએનજીએ ખાતે ભારત દિવસના કાર્યક્રમોમાં ટેકનોલોજી, AIનો ઉપયોગ, DPIમાં ભારતનું નેતૃત્વ અને ટેકનોલોજીનું લોકશાહીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ન્યુયોર્કમાં ભારતના કોન્સ્યુલેટના કોન્સ્યુલ જનરલ બિનયા શ્રીકાંત પ્રધાને મુખ્ય ભાષણ સાથે કાર્યક્રમની શરૂઆત કરી. અંડર સેક્રેટરી જનરલ અને ડિજિટલ તેમજ ઇમર્જિંગ ટેકનોલોજી માટેના ખાસ દૂત અમનદીપસિંહ ગિલે તેમના વ્યક્તવ્યમાં સંયુક્ત રાષ્ટ્ર દક્ષિણ માટે સહયોગ, ટેકનોલોજી પ્રત્યે ત્રિ-સ્તરીય અભિગમ વિશે વાત કરી. શ્રી એસ. કૃષ્ણન( સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ભારત) એ સામાજિક ક્ષેત્ર માટે AI એપ્લિકેશનોની શોધ પર ભાર મૂક્યો હતો. જ્યારે અનિલ મલિક (સચિવ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત)એ ભારત કેવી રીતે મહિલા સશક્તિકરણના નવા તબક્કામાં પહોંચ્યું છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. અંતિમ ભાષણ ગાર્ગી ઘોષ (પ્રમુખ, ગ્લોબલ પોલિસી અને એડવોકેસી, ગેટ્સ ફાઉન્ડેશન) દ્વારા આપવામાં આવ્યું હતું.ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક સમીકરણોમાં ઝાંખી રેખાઓ વિષય પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, એક વર્ષ પહેલાં, એવું સ્પષ્ટ લાગતું હતું કે દુનિયા વધુ અનિશ્ચિતતા તરફ આગળ વધી રહી છે. આપણે સપ્લાય ચેઇન વિશે ચિંતા કરીને શરૂઆત કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આજના મુખ્ય પડકારો છે: કોઈ વ્યક્તિ જોખમ કેવી રીતે દૂર કરે અને વધુ સ્થિતિસ્થાપક બને?રિલા

રિલાયન્સ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ લીડર બી શ્રીનિવાસન, એક સંદેશમાં જણાવ્યું કે, “ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવા તરફ ભારતની સફર નોંધપાત્ર રહી છે. તે માત્ર પ્રગતિ જ નહીં, પરંતુ સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સમાવેશકતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. અમારા અનુભવો અને શિક્ષણ પર વિચારો અને સ્કેલના માર્ગો પ્રદાન કરે છે. જે વૈશ્વિક સમુદાયને ખરેખર પ્રેરણા આપી શકે છે. આ મહત્વપૂર્ણ શ્રેણીનો ત્રીજો ભાગ – ભારતીય વિઝન: ધ લાસ્ટ માઇલ ટુ 2030 – ભારતની વિકાસ યાત્રાના મૂળમાં રહેલા પરિવર્તનશીલ ઉકેલો પર પ્રકાશ પાડે છે, જ્યારે વિશ્વ SDGs તરફ કામ કરી રહ્યું છે અને ભારત 2047 સુધીમાં વિકસિત ભારતના ઐતિહાસિક વિઝન તરફ જુએ છે. રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે, ભારતના વિકાસને મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા રિલાયન્સની ‘વી કેર’ ફિલસૂફીથી પ્રેરિત છે.

ભારતના સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંયોજક શોમ્બી શાર્પે જણાવ્યું હતું કે, “ભારતે SDG સ્થાનિકીકરણ પર નેતૃત્વ દર્શાવ્યું છે. જે ખાતરી કરી છે કે લક્ષ્યો પ્રાપ્ત કરવાના પ્રયાસો દરેક રાજ્ય અને જિલ્લામાં પહોંચે છે, અને SDG પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરતા મિશન-મોડ કાર્યક્રમો શરૂ કર્યા છે. તે પોતાનો સબનેશનલ SDG ઇન્ડેક્સ બનાવનાર પ્રથમ દેશ પણ હતો.