સુરત: શહેરમાં રવિવારે સાંજના 6 વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થતિ સર્જાઈ હતી.રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. જો કે, વરસાદ આજે બીજા દિવસે સોમવારે પણ બંધ થયો નથી.
છેલ્લા 22 કલાકથી મેઘરાજા નોટ આઉટ છે. આટલા સમયમાં સુરતમાં કુલ 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.
જેને પગલે ઠેર-ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાય વિસ્તારમાં ગોઠણ અને કેડસમાં પાણી ભરાયેલા છે.
સુરત પાલિકાની પ્રી મોન્સુનની કામગીરીને બે કલાકના વરસાદે જ ધોઈ નાખી હતી.