આવતીકાલે રાજયમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન થવાનું છે. સમગ્ર દેશની વાત કરીએ તો ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર આવતીકાલે મતદાન થશે, આવતીકાલે મતદાનના ત્રીજા તબક્કામાં દિગ્ગજોનું ભાવિ EVM માં કેદ થશે. ત્યારે કોંગ્રેસના કેટલાક દિગ્ગજો પોતાનો કિંમતી મત આપશે.
એક બાજુ જ્યારે PM અને કેન્દ્રીય ગૃહ મંત્રી આજે ગુજરાત પ્રવાસે આવશે અને આવતી કાલે પોતાના મત વિસ્તારમાં મતદાન કરશે. ત્યારે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો પોતાનો મતઅધિકારનો ઉપયોગ કરશે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલ સેક્ટર 19 ગાંધીનગરમાં સવારે 11 વાગ્યે કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલના સમર્થનમાં મત આપશે.
જ્યારે બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર કુમાર શાળા નરોડા ખાતે મતદાન અધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શાન્તિવન અમદાવાદ ખાતે સવારે 11 વાગ્યે મતદાન કરવા માટે પહોંચશે. આ ઉપરાંત મધુસુદન મિસ્ત્રી સવારે 7 વાગ્યા આસપાસ ગાંધીનગરના સેક્ટર-8 ખાતે મતદાન કરવા માટે પહોંચશે. આણંદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડા આંકલાવ તાલુકામાં મતદાન કરવા માટે પહોંચશે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારો સહિતના નેતાઓ મતાઅધિકારનો ઉપયોગ કરશે.