CM ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે કર્યું મતદાન

રાજ્યમાં મતદાન મથકો સવારે 7 વાગ્યાથી જ ધમધમતા થઈ ચૂંક્યા છે. અમદાવાદના રાણીપ ખાતે દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું હતું. તો રાજ્યના મુખ્ય મંત્રી શીલજ ખાતે મતધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલે સાથે મતદાન કર્યું. ભૂપેન્દ્ર પટેલ મતદાન મથક પર મત આપવા માટે તેઓ કતારમાં ઉભા જોવા મળ્યા હતા.મતદાન કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે “લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મેં પણ મતદાન કર્યું છે. મતદાન કરવાની અમારી જવાબદારી છે. તમે બધાએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ માટે મતદાન કરવું જોઈએ…”

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે સવારે 7 વાગ્યાથી 12 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં લગભગ 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારો મેદાને છે. જ્યારે 1.85 લાખ મતદાન મથકો પર કુલ 17.24 કરોડ મતદારો તેમનો મતાધિકાર આપવા માટે પાત્ર છે.