મતાધિકારનો ઉપયોગ કરતા BAPS સંસ્થાના સંતો

રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં PM નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોએ સવારના 7 વાગ્યા આસપાસ મતદાન કર્યું હતું.

ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા charity begins at homeના ન્યાયે અટલાદરા મંદિર ખાતે સેવારત પચાસ સંતોએ પણ સવારની શણગાર આરતી બાદ તુરંત 07.30 વાગ્યે  અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડો શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યા સ્વામી સહિતના 50થી વધુ સંતો પોતાનો કિંમતો વોટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે BAPSના સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર સમસ્ત સમાજને તથા સવિશેષ સંસ્થાના તમામ હરિભક્તોને પ્રાતઃ કાળે સર્વ પ્રથમ મતદાન કરવાની હાકલ કરી હતી.

જેમાં વયોવૃદ્ધ પંચ્યાસી વર્ષીય દેવ સ્વરૂપ સ્વામી,વડીલ સંત રાજેશ્વર સ્વામી, કોઠારી ભાગ્ય સેતુ સ્વામી તથા જાણીતા મોટીવેશનલ વક્તા ડો. જ્ઞાન વત્સલ સ્વામી  સહીત સંતો સમસ્ત સહર્ષ સહભાગી થઈ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી હતી.